હું શોધું છું

હોમ  |

કામગીરી
Rating :  Star Star Star Star Star   

          સામાન્ય પ્રજાજન તરફથી માનવ અધિકાર ભંગ થયાની અરજી અત્રે આવે છે આઅરજી અત્રેની કચેરી દ્વારા જે તે જીલ્લાને મોકલવામાં આવે છે. તેમાં વિગત વાર તપાસકરાવી અહેવાલ માનવ અધિકાર પંચ, નવી દિલ્હીને અત્રેની કચેરીની જાણ હેઠળ પાઠવવાજણાવવામાં આવે છે. જીલ્લાઓમાંથી ઘણી વખત અરજી અગેની તપાસનો સીધો અહેવાલ અત્રે આવેછે તે અહેવાલ અત્રેથી માનવ અધિકાર પંચ, નવી દિલ્હીને પાઠવવામાં આવે છે. અરજી અંગેપોલીસકમિશ્નર કચેરી/પોલીસ અધિક્ષકશ્રીની કચેરી તરફથી યોગ્ય તપાસ કરવામાં ન આવી હોયતો અત્રેથી સ્પષ્ટતા પૂછવામાં આવે છે. અને જો માનવ અધિકાર ભંગ થયેલાનું જણાય તો તેઅંગે શિક્ષાત્મક પગલાં લેવા પણ જણાવવામાં આવે છે. આ રીતે માનવ અધિકાર પંચની અરજીઓનોનિકાલ કરવામાં આવે છે.
એવી જ રીતે જેલ કસ્ટડી કે પોલીસકસ્ટડીમાં અટકાયત હેઠળ રહેલ આરોપીનુ અટકાયત દરમ્યાન મૃત્‍યુ થાય તો તે અંગેનીમાહિતી શહેર/જીલ્લામાંથી માનવ અધિકાર પંચ, નવી દિલ્હીને પાઠવવામાં આવે છે તેની નકલઅત્રેની શાખામાં પણ પાઠવવામાં આવે છે તે નકલ મળતાં અત્રેથી સબંધિત શહેર/જીલ્લાનેરાષ્ટ્રીય માનવ અધિકાર પંચની ગાઇડ લાઇન મુજબ તપાસ કરી વિગતવાર અહેવાલ રાષ્ટ્રીયમાનવ અધિકાર પંચ, નવી દિલ્હીને પાઠવવા જણાવવામાં આવે છે.
પોલીસકમિશ્નરશ્રી/પોલીસ અધિક્ષકશ્રી તરફથી અહેવાલ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ, નવીદિલ્હીને પાઠવવામાં આવે છે. તેની નકલ અત્રે પાઠવવામાં આવે છે. તે નકલ વંચાણે લઇ જોતેમાં કંઇ ખામી જણાય તો તે સબંધે જરૂરી તપાસ કરી પૂર્તતા કરી અહેવાલ મોકલવા પોલીસકમિશ્નરશ્રી/પોલીસ અધિક્ષકશ્રીઓને જણાવવામાં આવે છે અને તેમા પણ જો માનવ અધિકારભંગની વિગત જણાયતો શિક્ષાત્મક પગલાં લેવા જણાવવામાં આવે છે.
માનવ અધિકારસબંધે પોલીસના અધિકારી/ કર્મચારીઓ વધુ જાણકારી મેળવે તે માટે ગુજરાત રાજયમાંગાંધીનગર જીલ્‍લામાં કરાઇ ખાતે આવેલ ગુજરાત પોલીસ અકાદમીમાં ટ્રેનીંગ લેવા આવતાઅધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓને માનવ અધિકાર એટલે શું ? તેના ભંગ તથા તે સબંધે જરૂરીમાર્ગદર્શન આપવામાં આવે છે.
માનવ અધિકાર સબંધે પોલીસના કર્મચારીઓ વધુ જાણકારબને તે માટે જીલ્લાઓમાં વકૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે જીલ્લામાં પસંદપામેલ ૩ પોલીસ કર્મચારીઓને પથમ, દ્વિતિય તથા ત્રુતિય એ રીતેના નંબરો આપી રોક્કડપુરષ્કાર આપવાની કાર્યવાહી જીલ્લાઓ દ્વારા કરવામાં આવે છે. માહે ૧૦/૨૦૦૫માં ખેડા, સુરેન્‍દ્રનગર, આણંદ, પોરબંદર, અમદાવાદ ગ્રામ્‍ય, પ.ર.લ્‍વે, વડાદરા ખાતે વકૃત્‍વસ્‍પર્ધા યોજવામાં આવેલ.
 જેલ કસ્‍ટડી / પોલીસ કસ્‍ટડીમાં મૃત્‍યુ થાય તો ?
          પોલીસ / જેલ કસ્‍ટડીમાં આરોપીનું મૃત્‍યુ થયાના ૨૪ કલાકની અંદર રાષ્‍ટ્રીય માનવ અધિકાર આયોગને જાણ કરવાની હોય છે. શહેર / જીલ્‍લા ધ્‍વારા રાષ્‍ટ્રીય માનવ અધિકાર પંચ તથા સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્‍ડીયા, નવી દિલ્‍હીની માર્ગદર્શક સુચનાઓ મુજબ તપાસ કરવામાં આવે છે.
          અત્રેની કચેરી ધ્‍વારા પણ જે તે શહેર / જીલ્‍લાને રા.મા.અ.પંચ તથા સુપ્રિમ કોર્ટની માર્ગદર્શક સુચનાઓ મુજબ તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.
          તપાસ દરમ્‍યાન કોઇ પોલીસ અધિકારી / કર્મચારીની નિષ્‍કાળજી જણાય તો તેના વિરુધ્‍ધ કાયદેસર પગલાં લેવામાં આવે છે. આ અંગેની જાણ રા.મા.અ.પંચ, નવી દિલ્‍હીને તથા ગૃહવિભાગને કરવામાં આવે છે.
 


 
 આપની સેવામાં

ધરપકડને લગતું માર્ગદર્શન

ફરિયાદ

કઈ રીતે સંપર્ક સાધશો?
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

  વિગતવાર જુઓ  

   ડિસ્ક્લેમર   |     પ્રતિભાવ  

Last updated on 18-10-2008